Billboard ad 1150*250

તમિલનાડુથી આવ્યા બાદ ગુમ થયેલ યુવાનને મોરબી પોલીસે શોધી કાઢ્યો

0 131
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        તામીલનાડુથી ગુજરાતમાં કામ અર્થે આવેલ યુવાન ગુમ થયા બાદ પરિવાર સાથે સંપર્ક ના રહેતા પરિવારે હેબીયર્સ કોપર્સ અરજી હાઈકોર્ટમાં કરી હોય અને મોરબી ખાતે તમિલનાડુ પોલીસ યુવાનની શોધખોળ માટે આવી હોય દરમિયાન મોરબી પોલીસે યુવાનનો પત્તો મેળવીને યુવાનને શોધી કાઢ્યો છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિરપ્પન પાલાનીચાંડી રહે તીરોનાગેશ્વર તામીલનાડુ વાળનો દીકરો શિવરાજ ઉર્ફે શિવો પોતાના ઘરેથી ગુજરાતના મોરબી જીલ્લામાં નોકરી અર્થે દોઢ વર્ષ પહેલા આવેલ અને જાન્યુઆરી ૨૦૧૯ સુધી કોન્ટેકમાં રહ્યા બાદ પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો જેથી શીવ્રજના પિતા વીરપ્પને તનજાઉંન જીલ્લાના થીરુનીલાકુડી પોલીસ માથામાં ગુમ થયાની ફરિયાદ નોંધાવેલ હતી અને બાદમાં મદ્રાસ હાઈકોર્ટની મધુરાઈ શાખામાં હેબીયર્સ કોપર્સ દાખલ કરાવેલ જેમાં મોરબીના નવાગામ રોડ પરણી ફેકટરીમાં ગેરકાયદેસર રીતે દીકરાને ગોંધી રાખેલ હોય જેને શોધી કાઢવા અરજી કરી હોય જેને પગલે તમિલનાડુ પોલીસની ટીમ યુવાનની તપાસમાં આવી હતી

જેથી મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીએસઆઈ એમ વી પટેલ ટીમના પીએસઆઈ આર જે જાડેજા, એન જે નિમાવત, રમેશભાઈ મુંધવા, હિતેશ ચાવડા સહિતની ટીમે માળિયા અને મોરબી વિસ્તારમાં તપાસ ચલાવતા યુવાન શિવરાજ ઉર્ફે શિવને માળિયા તાલુકાના દેવ સોલ્ટ પ્રા. લી. માં કામ કરતો હોય અને માળિયા ઓનેસ્ટ હોટેલ પાસેની ખેતલાઆપ રેસ્ટોરન્ટમાં રહેતો હોય જેને શોધી કાઢી તમિલનાડુ પોલીસને સોપવામાં આવ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat