અપહરણ કરાયેલી સગીરાને મોરબી પોલીસ યુપીથી શોધી લાવી

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સગીર વયના બાળક ગુમ અને અપહરણ થયેલ હોય તેવા બાળકોને શોધી કાઢવા ડ્રાઈવ રાખવામાં આવી હોય જેમાં સીપીઆઈ આઈ એમ કોન્ધીયાના માર્ગદર્શન હેઠળ મોરબીના લીલાપર ગામથી સગીરાનું અપહરણ કરનાર આરોપી સુરેન્દ્ર રાજુ યાદવ ઉત્તર પ્રદેશના સંતકબીરનગર જીલ્લાનો રહેવાસી હોય જે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોય તેવી ખાનગી રાહે મળેલી બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ મથકની ટીમને ઉત્તર પ્રદેશમાં તપાસમાં મોકલીને ભોગ બનનાર સગીરાને સરફરા જીલ્લો સંતકબીરનગર યુપી જઈને શોધી કાઢી કોર્ટ હવાલે કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat