Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : પોલીસે દરોડો કરતા દારૂ અને બીયરનો જથ્થો મળ્યો, સાથે ઘરમાંથી છરી-ગુપ્તી મળી

મોરબીના વિસીપરાના રહેણાંક મકાનમાંથી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

મોરબી શહેરના વિસીપરા વિસ્તારના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો છે

મોરબીના વિસીપરામાં રહેતા રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ કોળી વાળાની ઓરડીમાં દારૂ હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં આરોપીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૫ કીમત રૂ ૧૩,૧૨૫, બીયર નંગ ૩૬ કીમત રૂ ૩૬૦૦ અને અન્ય કંપનીના બીયર નંગ ૧૬ કીમત રૂ ૧૬૦૦ મળીને કુલ રૂ ૧૮,૩૨૫ નો દારૂ-બીયરનો જથ્થો જપ્ત કર્યો હતો તો રેડ દરમીયાન આરોપી રોહિત કોળી હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

ઘરમાંથી તલવાર જેવી છરી, ગુપ્તી પણ મળી આવી

પોલીસે આરોપીના ઘરે દરોડો કરી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લીધો હતો તો આરોપીની ઓરડીમાંથી ધારદાર છરી, બે ફૂટ લાંબી ગુપ્તી અને સાડા ત્રણેક ફૂટ લાંબી તલવાર જેવી છરી મળી આવતા મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ અલગથી જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat