

હાલ નવરાત્રીનું શુભ પર્વ ચાલી રહ્યું છે જેમાં મોરબીના તાલુકા પોલીસ લાઈનમાં પણ પરંપરાગત ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે ગરબીમાં પ્રથમ દિવસે વૃદ્ધાશ્રમના વડીલો મહેમાન બન્યા હતા તો ત્રીજા નોરતે વિકાસ વિધાલયની બાળાઓ ગરબીમાં પધારી હતી જેને તાલુકા પોલીસ લાઈન ગરબી મંડળ દ્વારા 25 હજારનો ફાળો અર્પણ કરવામાં આવ્યો હતો
મોરબીના તાલુકા પોલીસ લાઈન ગરબીમાં વિકાસ વિધાલયની બાળાઓને મહેમાન તરીકે નિમંત્રણ પાઠવ્યું હતું અને નિરાધાર બાળાઓ ગરીબીની મહેમાન બની હતી 130 બાળાઓ મોરબી તાલુકા પોલીસ લાઈન ગરબી નિહાળી આનંદ લીધો હતો તેમજ ગરબે ઘૂમી નવરાત્રી પર્વની મજા કરી હતી ત્યારે નિરાધાર બાળાઓ માટે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર કે ઝાલા, બી ડિવિઝન પીઆઈ આર.ટી વ્યાસ, પીએસઆઈ એ બી જાડેજા, ટ્રાફિક પીએસઆઈ પ્રદીપસિંહ વાઘેલા તેમજ ભાનુભાઇ બાલાસરા સહિતના પોલીસ જવાનોએ નિરાધાર બાળાઓ માટે 25 હજારનું ફંડ એકત્ર કરી સંસ્થાના અગ્રણીને સોંપી પ્રેરણાદાયી કાય કર્યું હતું