મોરબી : પાસ સમિતિના ત્રણ આગેવાનોની પોલીસે અટકાયત કરી

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટથી અમદાવાદમાં નિવાસસ્થાને ઉપવાસ કરવાની જાહેરાત બાદ માહોલ તંગ બન્યો હતો જેને પગલે મોરબી પોલીસ એલર્ટ બની હતી અને ત્રણ પાસ આગેવાનોની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસના સુત્રો જણાવે છે

મોરબી પાસ આગેવાન નીલેશ એરવાડીયા, અમિત બોપલીયા અને મનોજ કાલરીયા એ ત્રણની પોલીસે રાત્રીના સમયે અટકાયત કરી છે અમદાવાદમાં આંદોલન ફરીથી ધમધમતું થઇ રહ્યું છે ત્યારે સ્થાનિક આગેવાનોને અમદાવાદ જતા રોકવા માટે પોલીસે આગેવાનોને સાંજના સમયથી નજરકેદ કર્યા હતા તો બાદમાં ત્રણ આગેવાનોની અટક કરવામાં આવી હોવાનું પોલીસના આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે તે ઉપરાંત તકેદારીના ભાગરૂપે પોલીસની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat