



મોરબી પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ પાટડીયાની દીકરી ક્રિષ્નાએ પોતાના જન્મદિવસની સાદગીપૂર્ણ અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. પોલીસ પુત્રી ક્રિષ્નાએ પોતાના જન્મદિવસની કેક વૃદ્ધાશ્રમના નિરાધાર વૃધ્ધો અને વિકાસ વિધાલયની બાળાઓ સાથે કાપીને ઉજવણી કરી હતી તેમજ નિરાધારને ભોજન કરાવીને અન્યને પણ પ્રેરણા પૂરી પાડી હતી.

