મોરબી પોલીસે બે શંકાસ્પદ મોબાઈલ સાથે એક આરોપીને ઝડપ્યો

મોરબીના ગાંધી ચોક વિસ્તારમાંથી પોલીસે એક ઈસમને બે શંકાસ્પદ મોબાઈલ સાથે ઝડપી લઈને ૧૦ હજારની કિમતના બે મોબાઈલ કબજે લઇ વધુ તપાસ ચલાવી છે

જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈઆઈ એમ.વી. પટેલની ટીમ અષાઢી બીજ રથયાત્રા અનુસંધાને પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમીને આધારે ગાંધીચોક વીસ્તારમાંથી આરોપી કિશન બાબુભાઈ સિંધવ (ઊવ ૨૦) રહે. મોરબી કંડલા બાયપાસ વાળા પાસેથી બે મોબાઈલ મળી આવતા તેના બીલ કે આધારપુરાવા ના હોય જેથી મોબાઈલ નંગ ૨ કીમત ૧૦,૦૦૦ કબજે લઈને આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat