Billboard ad 1150*250

મોરબી : ખેલૈયાઓ કીર્તીદાન ગઢવીના સુરીલા કંઠે ગરબે ઘુમવા થઇ જાઓ તૈયાર, જુઓ EXCLUSIVE ઈન્ટરવ્યું

0 434
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આવતી ૨૯ તારીખથી નવરાત્રી મહોત્સવ શરુ થનાર છે ત્યારે મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં કીર્તીદાન ગઢવી મોરબીવાસીઓને ગરબે ધુમાંવનાર છે ત્યારે આજે કીર્તીદાંહ ગઢવી મોરબી આવી પહોચ્યા છે અને તેની મીડિયા સાથે ખાસ વાત ચિત કરી હતી.

 નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે  મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે સતત પાંચમાં વર્ષે ગૌમાતા અને તેજસ્વી છાત્રોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને ગરબાના તાલે ઘુમાવવા માટે જાણીતા કલાકાર કીર્તીદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે અને ખેલૈયાઓને મન મુકીને ગરબે ઘુમાંવશે તે ઉપરાંત નવરાત્રી મહોત્સવમાં ઇન્ડિયન આઈડલ સ્ટાર સિંગર પણ હાજરી આપશે

Post ad 2

        મોરબીના રવાપર ઘુનડા રોડ પર ન્યુ એરા સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મ કહતે તા. ૨૯ થી ૦૭ ઓક્ટોબર સુધી પાટીદાર નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી મહોત્સવ ગાયો અને દરેક જ્ઞાતિ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવે છે ગત વર્ષે નવરાત્રી મહોત્સવમાંથી ૩૭ લાખનો નફો થયો હતો જેમાંથી આઠમના દિવસે જ રૂ ૨૧ લાખ ગૌશાળાને તેમજ ૧૬ લાખ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફી માટે આપી દેવામાં આવ્યા હતા આ વર્ષે પણ આઠમના દિવસે જ નફાનું ગૌશાળા અને વિદ્યાર્થીઓને વિતરણ કરી દેવાશે

કીર્તીદન ગઢવી આજે મોરબી આવી પહોચ્યા છે અને તેની સાથે ખાસ વાતચીત દરમિયાન તેને જણાવ્યું હતું કે આટલું સારું આયોજન થનાર હોય ત્યારે વરસાદ વિધ્ન  નઈ બને અને બનશે તો મોરબીવાસીઓ સાથે રૈન ગરબા કરશું

ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે અને ૧૨ થી ૫ હજાર ખેલૈયાઓ રમી સકે તે જાતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર આયોજન ગૌ માતા અને તેજસ્વી વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવ્યું હોય, દરેક લોકોએ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા આયોજક અજયભાઈ લોરિયા, સમિતિના તુષારભાઈ ઓગણજા, સંજયભાઈ આદ્રોજા, મેહુલભાઈ ભટ્ટાસણા, બ્રિજેશભાઈ જેઠ્લોજા, સંદીપભાઈ જાલરીયા, એ જે અમૃતિયા, હરેશભાઈ રૂપાલા, પરેશભાઈ કાસુન્દ્રા, રવિ કોરડીયા, પ્રશાંતભાઈ ગજ્જર, અશ્વિનભાઈ અને જયભાઈ અંબાણી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat