મોરબી : પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશ, નિયમ ભંગ કરનાર વેપારીનું શોપ લાયસન્સ રદ કરાશે

સપ્તાહમાં ૧૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જથ્થો જપ્ત

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તેની અમલવારી પર પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ટીમો દ્વારા થઇ રહેલા સર્વેમાં સપ્તાહમાં ૧૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી દંડ ફટકારાયો છે

મોરબી નગરપાલિકાની ટીમો વિવિધ સ્થળોએ ચેકિંગ કરીને પ્લાસ્ટિક પ્રતિબંધ જાહેરનામાંનો અમલ કરાવી રહી છે તેમજ નિયમોનો ભંગ કરનાર વેપારીઓને દંડ ફટકારાઈ રહ્યો છે જેમાં સપ્તાહમાં ૧૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટીકના જથ્થા મળી રહ્યા છે જેથી ટીમો સતત ચેકિંગ કરી રહી છે તો સપ્તાહના ૧૦૦ કિલો પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરીને સરેરાશ ૧૦ થી ૧૫ હજાર સુધીનો દંડ વસુલ કરી રહ્યા છે

તો પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશ મામલે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા જણાવે છે કે નિયમભંગ કરનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જે દંડની રકમ હવે વધારીને ૨૫૦૦ રૂ કરવામાં આવશે તો નિયમોનું પાલન નહિ કરનાર વેપારીઓના શોપ લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે ને પ્લાસ્ટિક પ્રતિબંધની ચુસ્ત અમલવારી માટે પાલિકા તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat