Billboard ad 1150*250 Billboard ad 1150*250

અપના હાથ જય જગન્નાથ, તૂટેલા રોડના રીપેરીંગનો ખર્ચ ઉદ્યોગપતિઓએ ઉઠાવ્યો

કાઠીયાવાડમાં એક કહેવત પ્રચલિત છ કે પારકી આશા સદા નિરાશ. પારકી આશાએ બેસી રહેનાર લોકોને નિરાશા સિવાય કશું જ હાથ લાગતું નથી તે વાત મોરબીના ઉદ્યોગપતિઓ સારી રીતે સમજી ચુક્યા છે. તૂટેલા રોડ નવા ક્યારે બનશે તેની રાહ જોવાની ધીરજ હવે ખૂટી ગઈ છે ત્યારે પારકી આશાએ બેસી રહેવાને બદલે ઉદ્યોગપતિઓએ જાતે રોડના રીપેરીંગ માટે કામનો પ્રારંભ કરી દીધો છે.

મોરબીના પીપળી રોડ પર વીટ્રીફાઈડ, વોલ અને સ્પ્રે ડાયરના એકમો આવેલા છે. ૧૫૦ થી વધુ સિરામિકના એકમો જે રોડ પર ધમધમે છે તે તૂટેલો બિસ્માર હાલતમાં પડ્યો છે. રોડ મંજુર પણ કરી દેવામાં આવ્યો છે જેનું કામ છેલ્લા બે વર્ષથી મંદ ગતિએ ચાલી રહ્યું છે. તૂટેલા બિસ્માર રસ્તાથી ઉદ્યોગપતિઓ પહેલેથી જ પરેશાન હતા તો વળી છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદે હતો તે રોડ પણ ધોઈ નાખ્યો છે જેથી હવે આ રોડ પરથી વાહન લઈને નીકળી સકાય તેવી સ્થિતિ પણ રહી ના હોવાથી નિયમિત હજારો ઉદ્યોગપતિઓ, લોડેડ વાહનો અને સિરામિકના કર્મચારીઓને ભયંકર હાલાકી ભોગવવી પડતી હોવાથી તંત્ર રોડ રીપેર કરશે તેવી પારકી આશા મુકીને ઉદ્યોગપતિઓએ પોતે રકમ એકત્ર કરીને રોડની મરમ્મત કરાવી રહ્યા છે. રોડમાં ગાબડા પડેલા છે તેમાં માટી, કપચી ભરીને ઉદ્યોગપતિઓ રોડ પરથી વાહનો ચલાવી સકાય તેવો બનાવી રહયા છે.

Comments
Loading...
WhatsApp chat