

પોલીસ પાસેથી વિગત મુજબ મોરબીમાં નવી નવલખીના રહેવાસી હનીફ અયુબ મિયાણા (ઉ.વ.૩૦) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તેની માતા અમીનાબેન અયુબભાઇ મિયાણા (ઉ.વ.૬૦) પગે ચાલીને પીપળીયા ચાર રસ્તાથી દહીસરા જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેને ઠોકર મારતા વૃધ્ધાનું મોત નીપજ્યું છે જયારે અકસ્માત સર્જીને વાહનચાલક નાસી છુટ્યો હતો.પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.