

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દશરથસિંહ મંગલુભા ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પીપળી બેલા રોડ પરના મનીષ કાંટા નજીક મરણ જનાર મંગલુભા રણજીતસિંહ ઝાલા (ઉ.વ.૪૫) વાળાને આરોપી સંદીપ (લાલો) રમણીક રજપૂત રહે. મોરબી વાળા સાથે ઈંડા ખાવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ આરોપીએ મરણ જનાર રણજીતસિંહ ઝાલાને માથમાં લાકડાનો ધોકો ફટકારી દીધો હતો જેને પગલે રણજીતસિંહ ઝાલા નીચે પડી ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડાય તે પૂર્વે જ તેને દમ તોડ્યો હતો. મારામારીના બનાવમાં રાજપૂત આધેડનું મોત નીપજતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.