મોરબી જીલ્લા માં પ્રાણી સંગ્રહાલય-પીકનીક પોઈન્ટ બનાવવા માંગ

મોરબી ને જીલ્લાનો દરરજો આપવામાં આવેલ છે. પરંતુ ઘણી જીલ્લા કક્ષા ની સુવિધાઓ આપવામાં આવેલ નથી અમારો મોરબી જીલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર ભારત માં અગ્રેસર છે. જેમાં સિરામિક ઉદ્યોગ ,નળિયા ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ, વગેરે માં ભારત ભાર માં પ્રખ્યાત છે. અને સરકાર ને વિદેશી હુંડીયામણ તેમજ ટેક્સ ની મોટી આવક કરાવી આપે છે. આ ઉપરાંત મીઠા ઉદ્યોગ નું યોગદાન પણ ખુબજ સારું છે. આ ઉદ્યોગો દ્વારા ઘણા લોકોને રોજી રોટી મળે છે. બીજા રાજ્યો માંથી પણ લોકો રોજી રોટી રળવા મોરબી માં આવેલા છે.

મોરબી ની પ્રજા પણ ખામીરવંતિ છે. બે બે કુદરતી આપતો આવવા છતાં પણ મોરબી વિકાસ ના પંથે આગળ વધેલ છે. જે આ પ્રજા ની મહેનત અને ખમીર બતાવે છે. આવા આ મોરબી માં એક મોટી ખોટ વર્તાય છે. તે છે.રાજકોટ ના પ્રદ્યુમન પાર્ક જેવું  પ્રાણી સંગ્રહાલય અને રાજકોટ ના ઈશ્વરીયા પાર્ક જેવી રજા ના દિવસોમાં ફરવા જવા માટે ના સ્થળ ની કમી .તો અમારી માંગણી છે કે સરકાર દ્વારા આવા પાર્ક ની વ્યવસ્થા કરવામાં આવે હાલ માં મોરબી ના લોકો ને આવી સુવિધા માટે રાજકોટ જવું પડે છે. જે ઘણા નાના અને સામાન્ય લોકો ને પરવડતું નથી . તો આમાટે મોરબી માંજ આવી સીવિધા ઉભી કરવામાં આવે .અને બીજું કે મોરબી માં એક પણ સારો ગાર્ડન નથી તો તેનું  પણ સરકાર દ્વારા આયોજન કરવામાં આવે તેવી માંગ મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી  કે.ડી.બાવરવાએ રાજ્યના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કરી છે.

 

Comments
Loading...
WhatsApp chat