


સાહિત્ય સ્પંદન પરિવાર મોરબી દ્વારા તા. ૨૭ ને રવિવારના રોજ બપોરે ૦૩ : ૩૦ થી ૭ કલાકે પી.જી.પટેલ કોલેજ રંગભવન મોરબી ખાતે મેઘાણી સ્મૃતિ વંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં લોકસાહિત્યકાર અશ્વિન બરાસરા, હાસ્ય કલાકાર દેવેનભાઈ વ્યાસ, યુવા લોકસાહિત્યકાર સિદ્ધ ચારણ અને પ્રખર વક્તા અનિલભાઈ કંસારા ઉપસ્થિત રહીને સાહિત્યનુ રસપાન કરાવશે. સાથે સાથે પ્રખ્યાત કવિઓ દ્વારા ઝવેરચંદ મેઘાણીના કાવ્યોનું પઠન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાહિત્યપ્રેમી જનતાએ પધારવા આમંત્રણ પાઠવ્યું છે.