મોરબી પેટ્રોલપંપ માલિકને ધુંબો,રૂ. ૩.૩૫ લાખની ઠગાઈ અંગે ફરિયાદ

જાણવા મળતી વિગતો મુજબ મૂળ પંચાસરના અને હાલ મોરબીના વાવડી રોડ પર રહેતા મોરબી જિલ્લા ભાજપ આગેવાન નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાએ પોતાના કર્મચારી વિશાલ ચંપકભાઈ રહે-સો ઓરડી,સામાકાંઠે સામે રૂ.૩.૩૫ લાખની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોધાવી છે જેમાં જણાવ્યું છે કે ભક્તિનગર સર્કલ પાસે આવેલ એસ્સાર પંપમાં વિશાલ નોકરી કરતો હતો અને ૨૦૧૬ માં ૧ થી ૭ માસ દરમિયાન તેને ગ્રાહકોને ઉધાર ડીઝલ આપી અને ગ્રાહકો પાસેથી રૂ.2.૯૫ લાખની ઉધરાણી તો કરી લીધી હતી પરંતુ પંપ માલિકને આ પૈસા આપ્યા ન હતા ઉપરાંત માલિક પાસેથી વધુ ૫૦ હજાર ઉછીના લીધા હતા તે પણ પરત કર્યા ન હતા આમ કુલ મળીને વિશાલે કુલ ૩.૩૫ લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોધાય છે.મોરબી એ.ડીવીઝન પોલીસે વિશ્વાસધાતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat