

મોરબી જીલ્લા પેન્શનર સમાજ દ્વારા આગામી સામાન્ય સભામાં ૭૦ વર્ષ કે તેનાથી વધારે વય ધરાવતા હોય તેવા સભ્યોનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી જીલ્લા પેન્શનર સમાજના લાયકાત ધરાવતા સભ્યોએ તા. ૦૫-૧૨ સુધીમાં ફોર્મ મેળવીને કચેરીએ રજુ કરી આપવા જણાવ્યું છે અને તા. ૦૫-૧૨ બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. સન્માન સમારોહમાં જોડાવા ઇચ્છુકોને આધાર પુરાવા સાથે મોરબી જીલ્લા પેન્શનર સમાજના પ્રમુખ મગનભાઈ વરસડાનો સંપર્ક કરવા જણાવ્યું છે.