મોરબી પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ બીજા દિવસે ચાલુ, શક્તિ ચોકમાં દબાણ હટાવ્યું

 

 

મોરબી નગરપાલિકા દ્વારા રવિવારે કેસરબાગથી દબાણ હટાવો ઝુંબેશ શરુ કરવામાં આવી હતી જેમાં સામાકાંઠે તેમજ વાવડી રોડ પરના દબાણો હટાવી લેવામાં આવ્યા હતા તો આજે શક્તિ ચોક ખાતેના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

 

મોરબી નગરપાલિકા દ્વારા આજે બીજા દિવસે દબાણ હટાવો અને ડીમોલીશન કામગીરી ચાલુ રાખવામાં આવી હતી જેમાં શક્તિ ચોકથી ખાખરેચી દરવાજા જતો રોડ ખુલ્લો કરવામાં આવો હતો મચ્છુ નદી પર બેઠો પુલ બનાવવામાં આવ્યો છે તેનો રસ્તો ખાખરેચી દરવાજા પાસેથી નીકળતો હોય જેથી સામાકાંઠે દબાણો હટાવ્યા બાદ આજે ખાખરેચી દરવાજે જતા રોડમાં શક્તિ ચોક નજીક વંડીઓ વાળી હોય ટ એમજ લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવ્યા હતા તો રસ્તામાં નડતરરૂપ કાચા પાકા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ શક્તિ ચોકમાં ધંધાર્થીઓ દ્વારા રોડ પર જે દબાણો કરવામાં આવ્યા હતા તે હટાવી લેવાની કામગીરી કરવામાં આવી હતી અને ખાખરેચી દરવાજા તરફનો ૩૦ ફૂટનો પહોળો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે અને મચ્છુ નદી પરનો બેઠો પુલ બની ગયા બાદ ટ્રાફિકની સમસ્યા પણ હળવી બની જશે

 

 

Comments
Loading...
WhatsApp chat