Billboard ad 1150*250

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવે ગૌશાળાઓને ૩૩.૩૫ લાખનું દાન આપ્યું

0 370
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રકમ અર્પણ કરાશે

Post ad 2

        મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા ગૌસેવા અને વિદ્યાર્થીઓને અભ્યાસના લાભાર્થે મહોત્સવનું આયોજન કરાયું હોય અને આઠમાં નોરતે પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા ગૌશાળા સહિતની સંસ્થાઓને ૩૩.૩૫ લાખનું અનુદાન આપ્યું હતું જયારે બાકીની રકમ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વપરાશે.

        મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરિયા અને તેની ટીમ દ્વારા ગૌસેવા અને દરેક જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મદદ કરવાના હેતુથી પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ હોય જેમાં જાણીતા કલાકાર કીર્તીદાન ગઢવીના સુરીલા કંઠો સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા તે ઉપરાંત ઇન્ડીયન આઈડલ સલમાન અલી સહિતના કલાકારોએ પણ જમાવટ કરી હોય અને આઠમાં દિવસે મહાઆરતીમાં આયોજક અજયભાઈ લોરિયા સહિતની ટીમે ગૌશાળાને રકમ અર્પણ કરી હતી

        જેમાં મોરબી પાંજરાપોળને રૂ ૧૧.૧૧ લાખ, યદુનંદન ગૌશાળાને રૂ ૪.૪૪ લાખ, નાની વાવડી અંધ અપંગ ગૌશાળાને રૂ ૨.૨૨ લાખ, બગથળા ગૌશાળાને ૧.૧૧ લાખ, નકલંક મંદિર ગૌશાળા બગથળાને ૨.૨૨ લાખ, મહાદેવ ગૌશાળા રવાપરને ૨.૨૨ લાખ, સતનામ ગૌશાળા વાઘપરને ૨.૨૨ લાખ, બાપા સીતારામ ગૌશાળા સજ્જનપરને ૧.૧૧ લાખ, વૃદ્ધાશ્રમને ૧.૧૧ લાખ, અનાથ આશ્રમને ૧.૧૧ લાખ, ભડિયાદ ગૌશાળાને ૧.૧૧ લાખ, ગૌશાળા પીપરડી (જસદણ) ને ૧.૧૧ લાખ, ગાળા ગામની ગૌશાળાને ૧.૧૧ લાખ, લીલાપર ગૌશાળાને ૧.૧૧ લાખ મળીને કુલ રૂ ૩૩.૩૫ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે

        જયારે નવમું નોરતું અને દશેરાની થનારી આવક વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પણ કરવામાં આવશે તેમ અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat