


મોરબીના પટેલ યુવાને જીલ્લા પોલીસ વડાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી લેખિતમાં ફરીયાદ કરી છે.જેમાં દુખી શિરાજ,કાસમભાઈ,વિજયભાઈ જમાદાર,રાજુભાઈ આહીર,જીતેન્દ્રભાઈ ચાવડા,જીતેન્દ્રભાઈ ઝાલા અને ભરતભાઈ ઝાલા સામે પોલીસ વડાને રાવ કરાઈ છે.પટેલ યુવાને વ્યાજની રકમ ભરવા માટે વ્યાજે નાણા લીધી બાદ ૧૦થી૨૦ ટકા સુધીનું લાકડા જેવુ વ્યાજ ચુકવ્યુ છતા લાખો રૂપિયા માંગ કરવામાં આવતા ફરિયાદ કરવામાં આવી છે.ભોગ બનનારના યુવાનના કહેવા મુજબ ૪૪ લાખ વ્યાજખોરોને સમયાંતરે ચુકવ્યા હોવા છતા ૪૩ લાખ જેટલી માંગણુ ઉભુ છે. અને પતિ, પત્ની અને બાળક અેમ પટેલ પરિવારને સામુહિક આત્મહત્યા સિવાય કોઈ રસ્તો ન હોવાનું તથા તેના મિત્રના સમજાવ્યા બાદ જીલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે. તેમજ અંતે અરજીને ધ્યાનમાં લઈને ન્યાય આપવા જીલ્લા પોલીસ વડાને વિનતી કરી છે.પોલીસ ક્યારે હરકતમાં આવશે તે સો મણ સવાલ છે.