Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી પાસના પાચ સદસ્યોએ નજરકેદ કરવામાં આવ્યા

મોરબી જીલ્લા પાસની ટીમ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી કે બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન દ્વારા અનામતની માંગણી કરી રહ્યા છે છતાં આ મામલે કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી આજે દેશના પીએમ નરેન્દ્ર મોદી જયારે રાજકોટના પ્રવાસે છે અને પીએમ મોદી રાત્રીના ૯ કલાકે રાજકોટમાં રોડ શો કરવાના છે તે સમય દરમિયાન પાસની ટીમના મનોજ કાલરીયા, જયેશભાઈ દલસાણીયા, જીતુભાઈ સાદરીયા અને રાજુભાઈ કોઠીયા સહિતની ટીમ આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હતી તેને ધ્યાનમાં રાખી તે આતમ વિલોપન ચીમકી આપનાર ચારય યુવાનો તેમજ સંજય અલગારી સહિતના ૫ લોકોને નજર કેદ કરવામાં આવ્યા છે

 

Comments
Loading...
WhatsApp chat