પરશુરામ પોટરીની તાલુકા શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવા માંગ

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહા મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે પરશુરામ પોટરીના પરિવાર દ્વારા તેમના બાળકો તથા આજુ-બાજુના  વિસ્તારના બાળકોને શિક્ષણ મળે અને તે પણ મફત તેના માટે કૃષ્ણજીપંત ગણપુલે પોટરી તાલુકા શાળા અધતન બનાવી આપેલ છે જે વર્ષો પછી ભૂકંપ બાદ શાળા ખંડેર જેવી હાલતમાં થઈ ગયેલ અને માંડ માંડ દાતાઓ દ્વારા રીપેરીંગ કરાવીને શાળા ચલાવવામાં આવતી હતી પરંતુ થોડા સમય પહેલા બંધ હાલતમાં શાળાના તમામ રૂમોમાં વરસાદના પાણી પડતા હતા જેથી બાળકો બેસી શકે તેવી પરિસ્થિતિ ન હતી.તાજેતરમાં શાળાના બાળકો જમીન સંરક્ષણ કેન્દ્રમાં નાના એવા રૂમમાં બેસી અભ્યાસ કરે છે.ત્યાં વિધાર્થી માટે પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ થઇ શકે તેવું નથી.આ મામલે શાળાના વિધાર્થીઓ તથા વાલીઓની માંગ છે કે શાળા માટે ખાસ ગ્રાન્ટ ફાળવીને શાળા વહેલી તકે શરુ કરવામાં આવે.

Comments
Loading...
WhatsApp chat