મોરબીમાં યદુનંદન સોસાયટીના રહીસોના પાણી માટે વલખા

છેલ્લા ૩૦ દિવસથી પાણી ન આવતા રહીસો પરેશાન

મોરબી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી એ  જીલ્લા કલેકટરને લેખિતમાં અરજી આપી છે કે મોરબી બાયપાસ રોડ પર મોર્ડન હોલની પાછળ આવેલ યદુનંદન-૨૩ સોસાયટીમાં છેલ્લા ૩૦ દિવસથી પાણી આવતું નથી તેવી રહેવાસી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેમજ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. સોસાયટીના લોકોને  ભર ઉનાળામાં પાણીની આકરી તંગી પડે છે અને જીવન જરૂરિયાત જેટલું પાણી તાત્કાલિક મળી રહે તેવી માંગ કરવામાં  આવી છે.

Comments
Loading...
WhatsApp chat