


મોરબી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશને સફળ બનાવવા ટીમ સઘન ચેકિંગ કરી રહી છે જેમાં આજે ૧૩ સ્થળોએ ચેકિંગ કર્યા હતા જેમાં ચાર સ્થળેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી દંડ ફટકારવામાં આવ્યો હતો
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના માર્ગદર્શન હેઠળની ટીમ વિવિધ સ્થળોએ ચેકિંગ કરી રહી છે જેમાં આજે પાલિકાની ટીમે મોટી ૨ બેકરી અને ૧૧ દુકાનો સહીત ૧૩ સ્થળોએ ચેકિંગ કર્યું હતું જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો મળી આવતા ચાર દુકાનોને ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ ૨૦,૦૦૦ પ્લાસ્ટીકના ગ્લાસ અને ૮ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને ઝુંબેશ સતત વેગવંતી બનાવી પ્લાસ્ટિક પ્રતિબંધ અમલવારી માટે ટીમ મથામણ કરી રહી છે