એસ્માના પરિપત્રની હોળી કરી પાલિકા કર્મચારીઓએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો

આજથી મોરબી સહિતના નગરપાલિકાના કર્મચારીઓને હડતાલ પર જવાથી રોકવા માટે સરકારે એસ્મા કાયદો લાગુ કરી દીધો હતો. જીવન જરૂરી સેવાઓ ના ખોરવાય તેના માટે સંવિધાનમાં એસ્મા (એસેન્સિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ) ની જોગવાઈ છે. પાલિકા અંતર્ગત પાણી, ગટર વ્યવસ્થા તેમજ નિયમિત સફાઈ સહિતની સેવાઓ આવતી હોય જેથી સરકારે એસ્મા લાગુ કરી દેતા પાલિકાના કર્મચારીઓની આજથી શરુ થનારી અચોક્ક્સ મુદતની હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામીને પાલિકાના કર્મચારીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો જેના વિરોધમાં આજે મોરબી ખાતે કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ તમામ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ સરકારે એસ્મા કાયદાની  હોળી કરીને વિરોધ નોંધવવામાં આવ્યો હતો.તેમજ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા માંગણી સંતોષવામાં નહી આવે તો રેલી કાઢી,કાળી પટ્ટી બાંધીને સરકારનો વિરોધ કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat