રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકાએ હલ્લાબોલ કરતા તંત્ર ગભરાયું,મુખ્ય ગેટને તાળા લગાવી મહિલાઓને રોકવાની પ્રયાસ

મોરબીના શનાળા રોડ પર આવેલી અરીહંત સોસાયટીમાં બેફામ ગંદકીથી લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હોય અગાઉ તંત્રને લેખિત અને મોખિક રજુઆતો કરી હતી જેમાં ખાતરી આપવામાં આવી હતી જોકે ખાતરી આપીને તંત્ર ભૂલી જતું હોય તેવું અહી પણ થયું હતું જેથી રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરતા તંત્ર ગભરાય ગયું હતું અને કચેરીના મુખ્ય ગેટને તાળા લગાવી મહિલાઓને રોકવાનો પ્રયાસ કરાયો હતો જોકે મહિલાઓ કોઈ વાત સાંભળવા માટે તૈયાર ના હોય અંતે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસની ઉપસ્થિતિમાં મહિલાઓએ પાલિકાના ઉપપ્રમુખ સમક્ષ ગંદકીની ઉગ્ર રજૂઆત કરી હતી. તેના વિસ્તારમાં બેફામ ગંદકીથી લત્તાવાસીઓ કંટાળી ગયાનું જણાવ્યું હતું. મહિલાઓનો રોષ પારખીને તંત્ર દ્વારા શુક્રવારે બપોર સુધીમાં સફાઈની ખાતરી આપતા મહિલાઓ પરત ફરી હતી જોકે આજે મહિલાઓએ રણચંડી સ્વરૂપ ધારણ કરીને પાલિકાને તેની જવાબદારીનું ભાન કરાવ્યું હતું.

 

 

Comments
Loading...
WhatsApp chat