મોરબી પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ સફળતાથી પૂર્ણ, જાણો કેટલી અરજીઓનો થયો વરસાદ

તમામ અરજીનો નિકાલ કરવામાં આવ્યો

મોરબી આજે પાલિકાના વોર્ડ નં ૫,૭ અને ૧૩ વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ પોલીસ લાઈન કુમાર કન્યા શાળા ખાતે યોજાયો હતો.  જેમાં આવકના દાખલા ના ૫૩૧ અરજીનો નિકાલ , જાતીના દાખલાનો ૩૯ અરજીનો નિકાલ , રેશનકાર્ડની ૨૦ અરજીનો નિકાલ , આધારકાર્ડ ની ૧૭૦ અરજી નો નિકાલ, માં અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ની ૨૩ અરજી નો નિકાલ તેમજ આરોગ્ય વિભાગ ની ૧૨૨ અરજી નો નિકાલ, લગ્ન નોંધણી તેમજ જન્મ-મરણના દાખલા ની ૨૩ અરજી નો નિકાલ કરવામાં આવ્યો હતો. આ રીતની કુલ ૯૫૨ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યકર્મ માં બહોળી સંખ્યામાં માં લોકો જોડાયા હતા ,અને તેમની અરજીનો સંતોષ રીતે નિવારણ લાવવામાં આવ્યો હતો.  પાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..

મોરબી નગર દરવાજાની ફાઈલ તસ્વીર

 

 

 

Comments
Loading...
WhatsApp chat