મોરબીમાં પ્રજાના પૈસાનું પાણી કરતા કોન્ટ્રાકટરો તાત્કાલિક રસ્તો રીપેર નહીં કરે તો ડિપોઝીટ જશે

મોરબી:મોરબી નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન કંઝારીયા અને ઉપપ્રમુખ ભરત જારીયાએ જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષ દરમ્યાન નગરપાલિકા દ્વારા જે કોઈ રોડ રસ્તાના કામો થયા છે તે પૈકી જે કોઈ કોન્ટ્રાકટરો દ્વારા નબળા કામ કર્યા છે તેઓને તાત્કાલિક કામ માટે નોટીસ આપવામાં આવી છે. એક વર્ષમાં રસ્તો તૂટી જવાની લોક ફરિયાદો ઉઠતી હતી, તેમજ સોમાસુ નજીક હોવાથી પ્લાનિંગ કરવું જરૂરી છે. આવા નબળા કામો તુરંત રીપેરીંગ નહીં થાય તો કોન્ટ્રાકટરોની ડિપોઝીટ જપ્ત કરી બ્લેક લિસ્ટમાં મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Comments
Loading...
WhatsApp chat