Billboard ad 1150*250

મોરબી પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી, જાણો કોનું પલડું ભારે ?

પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટણી પૂર્વે ઉત્તેજનાનું વાતાવરણ

0 652

મોરબી પાલિકાના પ્રમુખ નયનાબેન મહેશભાઈ રાજયગુરુ સામે કોંગ્રેસના ૨૨ સદસ્યોએ કરેલી અવિશ્વાસની દરખાસ્ત ભાજપ-કોંગ્રેસના સદસ્યોએ મળીને મંજુર કરાવી હતી તેમજ ઉપપ્રમુખ અનિલભાઈ મહેતાએ બોર્ડની બેઠક પૂર્વે જ રાજીનામું ધરી દેતા પ્રમુખ અને ઉપપ્રમુખના  ખાલી પડેલા પદ માટે આજે પાલિકામાં ખાસ સાધારણ સભા યોજાશે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી કરવામાં આવશે ત્યારે સાધારણ સભા પૂર્વે ભારે ઉત્તેજનાનું વાતાવરણ સર્જાયું છે. આજની બોર્ડની બેઠકમાં રસાકસી જોવા મળનાર છે કારણકે પાલિકાના ૫૨ માંથી કોંગ્રેસ પાસે ૨૨ સભ્યો છે જયારે ભાજપ પાસે ૨૦ સભ્યો અને વિકાસ સમિતિ સાથે ૧૦ સદસ્યો જોડાયેલા છે જેથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી જીતવા અને પાલિકાની સત્તા અંકે કરવા માટે ૨૭ ના જાદુઈ આંકને પાર કરવા કોંગ્રેસ અને ભાજપ બંને મરણીય પ્રયાસો કરશે તો તોડજોડની રાજનીતિ કરતા પણ એકપણ પક્ષ ખચકાશે નહિ. કોંગ્રેસે કરેલી અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપીને ભાજપે પ્રમુખને હટાવ્યા તે ભાજપનો માસ્તર સ્ટ્રોક બની રહ્યો છે. વિકાસ સમિતિને ટેકો આપનાર ભાજપે પ્રમુખને હટાવવામાં કોંગ્રેસને શા માટે મદદ કરી હતી તે કદાચ કોંગ્રેસના આગેવાનો સમજી શક્યા નથી. ભાજપ પાસે પોતાના ૨૦ સદસ્યો ઉપરાંત અન્ય કેટલાક સમર્થન માટે તૈયાર હોવાથી આજે બોર્ડની બેઠકમાં ભાજપ બહુમતી સાબિત કરીને સત્તા અંકે કરી લેશે તેવું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે તો કોંગ્રેસ પણ ૨૭ ના આંકડાને પાર કરવા તમામ શક્ય પ્રયાસો કરતી નજરે પડે છે. 4

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat