


મોરબી પાલિકાના કમચારીઓ સાતમાં પગારપંચ સહિતની માંગણીઓ સાથે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે જેમાં અગાઉ વિરોધ પ્રદર્શન અને આવેદનના કાર્યક્રમ આપ્યા બાદ અગાઉથી થયેલી જાહેરાત મુજબ આજે પાલિકાના તમામ ૩૮૦ કર્મચારીઓ એક દિવસની રજા પર ઉતરી ગયા હતા. આજે પાલિકાના કર્મચારીઓ રજા પર ઉતરી જતા કચેરીના કામકાજ ખોરવાયા હતા જેથી કચેરીએ વિવિધ કામકાજો માટે આવતા અરજદારોને પાછુ જવું પળ્યું હતું . પાલિકાના કર્મચારીઓ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના નેજા હેઠળ આંદોલન ચલાવી રહ્યા છે. સરકાર કર્મચારીઓની માંગ પ્રત્યે ધ્યાન આપતી નથી ત્યારે કર્મચારીઓ પણ લડી લેવાન મૂડ સાથે આંદોલનના કાર્યક્રમો ચલાવી રહ્યા છે. ગત તારીખ ૧૨ ના રોજ એક દિવસની રજા પર ઉતર્યા હતા આજે પાલિકના કર્મચારીઓએ ધરણા પર બેસી ગયા હતા સુત્રોચાર કરી ને વિરોધ દર્શવાયો હતો અને આગમી દિવસ પણ વિરોધ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચારી છે

