મોરબી પાલિકા કચેરીએ મહિલાઓનો મોરચો, જાણો ક્યાં વિસ્તારમાં પાણીની તંગી

૨૦-૨૦ દિવસથી પાણી નહિ મળતા મહિલાઓનો રોષ આસમાને

મોરબીના સમય ગેટ નજીક આવેલી નીતિનપાર્ક સોસાયટીમાં છેલ્લા ૨૦ દિવસથી પીવાના પાણીનો પ્રાશ હોવાથી અગાઉ લત્તાવાસીઓએ પાલિકા અને જીલ્લા કલેકટર સુધી રજૂઆત કરી છે. આ વિસ્તારની પાણીની પાઈપલાઈનોમાં પાલિકા અને પાણી પુરવઠા બોર્ડ એકબીજાને ખો આપીને નીકળી જાય છે ત્યારે આ વિસ્તારના ૧૫૦૦ લોકો પાણીના વાંકે પરેશાન થઈ રહ્યા છે. પીવાના પાણીના ટેન્કર વેચાતા લેવાની ફરજ પડી છે જેનાથી કંટાળી ગયેલા લત્તાવાસી મહિલાનું ટોળું આજે પાલિકા કચેરી ધસી ગયું હતું જોકે પાલિકાની બોર્ડ હોવાથી મહિલાના ટોળાને ગ્રાઉન્ડમાં જ તડકે શેકવાનો વારો આવ્યો હતો જેથી મહિલાઓ વધારે રોષે ભરાઈ હતી. જોકે બાદમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસરે પાણી મળવાની ખાતરી આપતા ટોળું પરત ફયુ હતું જોકે આવી ખાતરી તો અગાઉ પણ અપાઈ હતી જે મુદત પૂરી થતા આજે મહિલાનું ટોળું પાલિકા ધસી ગયું હતું ત્યારે આજે આપેલી ખાતરી તંત્ર પાળે છે કે નહિ તે જોવાનું રહ્યું !

 

 

Comments
Loading...
WhatsApp chat