મોરબી પાલિકાનું હોડીંગ હટાવો અભિયાન વેગવંતુ

મોરબી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર અને મંજુરી વિના જ ખડકી દેવામાં આવેલા હોડીંગ્સ સામે લાલ આંખ કરી છે જે મામલે જે તે પાર્ટીને નોટીસો પાઠવીને તુરંત હોડીંગ હટાવી લેવાની તાકીદ કરવામાં આવ્યા બાદ પણ હોડીંગ હટાવવામાં આવ્યા ના હતા જેના પગલે નગરપાલિકા દ્વારા આવા હોડીંગ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં અગાઉ પણ થોડા હોડીંગ હટાવ્યા બાદ આજે ફરીથી જેસીબી સાથે પાલિકા તંત્ર લાગી ગયું હતું અને ગેરકાયદેસર રીતે લગાવેલા હોડીંગ ઉતારી લેવામાં આવ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat