સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ટોપ ૧૦માં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ

મોરબી જિલ્લાની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં એમ.કોમનું પરિણામ આવ્યું છે, જેમાં પુજારા નિધિ જ્યંતિભાઈ સૌરાષ્ટ્રની 250 કોલેજોમાં 6ઠા ક્રમાંકે અને વઢડીયા દિવ્યા મહાદેવભાઈ 8માં ક્રમાંકે સિદ્ધિ હાંસલ કરી છે. તેમને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ અને સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat