Billboard ad 1150*250 Billboard ad 1150*250

પી.જી.પટેલ કોલેજમાં જીલ્લા કાનૂની સતા મંડળ ખુલ્લું મુકાયું

મોરબીની ખ્યાતનામ પી.જી.પટેલ સમાજ ઉપયોગી કાર્યમાં હંમેશા અગ્રેસર રહી છે.તેમજ કોલેજમાં અવારનાવર સેવાના કર્યો કરવામાં આવે છે.જેના ભાગરૂપે તા.૨૨-૭ના રોજ કોલેજમાં જીલ્લા કાનૂની સેવા સતા મંડળ જીલ્લા ન્યાયધીશ રીજવાનાબેન ધોધારીના માર્ગદર્શન હેઠળ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જીલ્લા કાનૂની સતા મંડળની પ્રથમ કાર્યવાહી તા.૧ના રોજ હાથ ધરવામાં આવી હતી જેમાં PLV ના શીતલ સનારીયા અને જાનકી પાડલીયા હાજર રહ્યા હતા.આ પ્રસંગે મોરબી કોર્ટના સીનીયર સિવિલ જજ દમોદ્રા,DLSAના સેક્રેટરી એમ.ડી.પરમાર અને નિવૃત ન્યાયધીશ એ.સી.પ્રજાપતિ,કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે સીનીયર સિવિલ જજ દામોદ્રાએ વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ કોલેજના આચાર્ય ડૉ.રવીન્દ્રભાઈ ભટ્ટે વિધાર્થીઓને DLSA વિશે જરૂરી માહિતી  પાડી હતી અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમને સફળ બનવવા કોલેજના હેડ હેમાંગ ઠાકર,પ્રો.કેતન કડીવાર,જયેશ પીઠડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat