મોરબી પી.જી.પટેલ કોલેજમાં ઇન્ટરનેશનલ લાયન્સ ગવર્નર ચંદ્રકાંત દફતરીનો મોટીવેશનલ લેકચર યોજાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજ સેવાકાર્યો અને વિધાર્થીઓને વિધાભ્યાસ સાથે-સાથે વિધાર્થીઓના જીવન ઘડતરનું ઉતમ કાર્ય કરે છે.આજ  પી.જી.પટેલ કોલેજમાં મોરબી ઇન્ટરનેશનલ લાઈન્સ ગવર્નર ચંદ્રકાંત દફતરીના અધ્યક્ષ સ્થાને મોટીવેશનલ લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટએ વિધાર્થીઓને ચંદ્રકાંત દફતરી વિષે માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે ચંદ્રકાંત દફતરીએ વિધાર્થીઓને સારા કાર્યો કરવા પ્રેરણા આપી સાથ-સાથે ભૂતકાળની વાત યાદ કરતા વિધાર્થીઓને જણાવ્યું હતું કે તે ભાગ્યશાળી છે કે તેમને યુવાવસ્થાએ હાલ કોલેજમાં ફરજ બજાવતા જીનદાસ ગાંધી પાસે અભ્યાસ કરવાનો લાભ મળ્યો હતો જેથી આજ સુધી તેઓ સારા કાર્ય કરવા સક્ષમ છે.તેમજ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા પણ તેમની સાથે તમામ પ્રવૃતિઓમાં સાથે જોડાયેલા છે.

અંતે ચંદ્રકાંત દફતરીએ વિધાર્થીઓને સપથ લેવડાવ્યા હતા કે પોતાના જન્મદિવસે કોઈ એક વિધાવાબહેનને મદદ કરવી.ઉપરાંત આવતીકાલે ચન્દ્રકાંતભાઈ અને તુષારભાઈ દફતરી સહિતની ટીમ માળિયા પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાય માટે જવાની હોવાથી પી.જી.પટેલના જોશીલા વિધાર્થીઓએ તૈયારી બતાવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના મેનેજમેન્ટ હેડ રેનુબેન દેસાઈ,જસ્મિન અંદાણી,નીરવ માનસેતા,હિરેન મહેતા અને મયુર કક્કડએ જહેમત ઉઠાવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat