



કેરળમાં આવેલા ભયંકર જળ હોનારતે તારાજી સર્જી છે અને લાખો લોકો બેઘર બન્યા છે ત્યારે કેરળ પુર પીડિતોની મદદ માટે મોરબીની વિવિધ સંસ્થાઓ રાહત સામગ્રી અને ફંડ એકત્ર કરી રહી છે જેમાં મોરબીની સંસ્થાઓએ કપડા, દવા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ કેરળ પુર પીડિતો માટે રવાના કરી છે
મોરબી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને મહારાજા લખધીરજી એન્ડાઉનમેન્ટ ટ્રસ્ટ દ્વારા કેરળ પુર પીડિતો માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ સહિતની રાહત સામગ્રી રવાના કરવામાં આવી છે જેમાં સંસ્થા દ્વારા કપડા ઉપરાંત દવા અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ મળીને ૧૭૫ કિલો રાહત સામગ્રીનો જથ્થો અશ્વિનભાઈ કંસારાના માર્ગદર્શન હેઠળ મોકલવામાં આવ્યો છે



