મોરબી : ડીમાંડ ડ્રાફ્ટની રકમમાં છેડછાડના કેસમાં બેનીફીટ ઓફ ડાઉટ આપી આરોપીને છોડી મુકવાનો હુકમ

વર્ષ ૧૯૯૬ ની સાલના કેસમાં કોર્ટનો ચુકાદો

 

મોરબીમાં વર્ષ ૧૯૯૬ ની સાલમાં ડીમાંડ ડ્રાફ્ટની રકમમાં છેડછાડ કરી રકમમાં ઉમેરો કર્યાનો આક્ષેપ કરાયો હતો જે કેસમાં મોરબી કોર્ટે આરોપીને બેનીફીટ ઓફ ડાઉટ આપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે

જે કેસની વિગતો જાણીએ તો ૧૯૯૬ ની સાલમાં ડીમાંડ ડ્રાફ્ટમાં રૂ ૯૦૦૦ ના ૯૦,૦૦૦ કરી તેમજ રૂપિયા ૬૦૦૦ ના ડીમાંડ ડ્રાફ્ટમાં પાછળ ૦ ઉમેરી ૬૦,૦૦૦ કરી અને અંગ્રેજીમાં six thousand માં ty ઉમેરી sixty કર્યાનો આક્ષેપ વિઠ્ઠલભાઈ છગનભાઈ પર મૂકી ઇન્ડીયન પીનલ કોડની કલમ ૪૦૬,૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧,૫૧૧ અને ૩૪ મુજબનું તહોમતનામું ફરમાવવામાં આવેલ

જે કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા ૧૬ સાક્ષીઓ જેમાં હેન્ડ રાઈટીંગ એક્સપર્ટનો સમાવેશ થાય છે તે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અનેક દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા અને કેસ હાઈલી કોન્ટેસ્ટ થયો હતો જે કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી ઉર્મિલાબેન એલ મહેતા રોકાયેલ હતા જેમની ધારદાર દલીલોને ધ્યાને લઈને મોરબીના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબે આરોપીને બેનીફીટ ઓફ ડાઉટ આપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે

Comments
Loading...
WhatsApp chat