મોરબી : વિકાસના નામે ઘટાટોપ વૃક્ષોની હત્યા, બેસણું યોજી લત્તાવાસીઓનો વિરોધ

જો વૃક્ષોનું નિકંદન ચાલુ રહેશે તો ઉગ્ર આંદોલન

આજે વિશ્વ ગ્લોબ્લ વિમોંગના ભયાનક ખતરા સામે ઝઝૂમી રહ્યો છે અને બીજી તરફ મનુષ્ય વિકાસના નામે જંગલ અને વૃક્ષોનો સર્વનાશ કરી રહ્યા છે આવું જ આજે મોરબીમાં જોવા મળ્યું હતું જ્યાં રવાપર કેનાલ રોડ પહોળો કરવા માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે

રવાપર કેનાલ રોડ વિસ્તારમાં ૫૦ જેટલા વૃક્ષોમાંથી આજે તંત્રએ ૧૦ જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું જેનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને લત્તાવાસીઓએ વૃક્ષોની હત્યાનો વિરોધ નોંધાવી બેસણું યોજ્યું હતું તેમજ જો બાકીના વૃક્ષો કાપવામાં આવશે તો લત્તાવાસીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ઘનઘોર વૃક્ષોનું વિચ્છેદન તંત્ર દ્વારા કરી નાખવામાં આવ્યું છે જેના ઉછેર માટે લતાવાસીઓએ ખુબ જહેમત ઉઠાવી હતી જેથી રોષ ફાટી નીકળ્યો છે અને વૃક્ષોની હત્યાનો ઉગ્ર વિરોધ લત્તાવાસીઓ દ્વારા નોંધાવાયો છે આજે આ વિસ્તારની રહેવાસી મહિલાઓ, બાળકો અને યુવાનો સહિતનાએ વૃક્ષોની હત્યા કરવામાં આવી હોય જેનું બેસણું યોજી વિરોધ નોંધાવ્યો હતો તો તંત્રના વલણ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે

Comments
Loading...
WhatsApp chat