મોરબી : કોરોના રસીનો ડોઝ મેળવવા ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે

કોરોના મહામારીને ધ્યાને લઈને સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં પણ ચાર્જ ચૂકવીને સીનીયર સીટીઝન તેમજ રોગોથી પીડાતા ૪૫ થી ૫૯ વર્ષના નાગરિકો માટે રસીકરણને મંજુરી આપી છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં રસીનો ડોઝ મેળવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે
કોરોના રસી ડોઝ મેળવનારને પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે જે રજીસ્ટ્રેશન ઓનલાઈન સરકારની એપ્લીકેશન દ્વારા કરી સકાય છે તેમજ ઓફલાઈન વેક્સીનેશન સેન્ટર પર કરી સકાય છે ૬૦ વર્ષથી મોટી ઉમરના નાગરિકો તેમજ ૪૫ થી ૫૯ વર્ષના (કોમેબેર્ડીટી) નાગરિકો માટે વેક્સીનેશન પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો છે જેમાં મોરબીની આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે રસી મુકાવી શકાશે
રસીકરણ પ્રક્રિયા વિશે જાણો
> ૬૦+ વર્ષના વરિષ્ઠ નાગરિકોને રજીસ્ટ્રેશન કરવા માટે ફોટો આઈ.ડી. પ્રૂફની જરૂર પડે છે.
> ૪૫ થી ૬૦ વર્ષના (કોમેર્બેડિટી) વાળા નાગરિકોને રજીસ્ટ્રેશન કરવા માટે ફોટો આઈ.ડી. પ્રૂફ અને જે તે બિમારીનું સરકાર માન્ય ડોકટરનું પ્રમાણપત્ર ફરજિયાત છે. ( સરકારે ગાઈડ લાઇનમાં ૨૦ જેટલી બીમારીને કોમેર્બેડિટીમાં રાખેલ છે. અને એવા બીમારીવાળા લોકોને જ ગણતરીમાં લઈ શકાશે જેની ખાસ નોંધ લેવી.)
> વેક્સિન આપવવા માટે આવતી વખતે ઓરિજિનલ ફોટો આઈ.ડી. પ્રૂફ, ૪૫ થી ૬૦ વર્ષ વાળા માટે ફોટો આઈ.ડી. પ્રૂફ અને સરકાર માન્ય ડોકટરનું બિમારીનું પ્રમાણપત્ર સાથે લાવવું.

વધુ માહિતી માટે અને રસીકરણ માટે સંપર્ક કરો.
માહિતી કેન્દ્ર, આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ – મોરબી.
મો.નં: ૮૦૦૦૮ ૩૧૦૦૦

Comments
Loading...
WhatsApp chat