Billboard ad 1150*250

મોરબી : યુવાનના હત્યારા પિતા-પુત્ર રિમાન્ડ પર, મહિલા હત્યાનો આરોપી જેલહવાલે…

0 299
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મહિલા હત્યાનો આરોપી જેલહવાલે કરાયો

Post ad 3

        મોરબીમાં બે દિવસમાં બે હત્યાના બનાવથી ચકચાર મચી હતી જોકે બંને હત્યાના આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ યુવાન હત્યાના આરોપી પિતા પુત્રના તા. ૦૭ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે જયારે મહિલા હત્યાનો આરોપી જેલહવાલે કરાયો છે

        મોરબીના ગીફ્ટ આર્ટીકલ શો રૂમમાં અમિત ભાલોડીયા નામના યુવાનની તેના પિતરાઈ ભાઈ રાહુલ કિશોરભાઈ ભાલોડીયા અને કાકા કિશોરભાઈ ભાલોડીયાએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની ફરિયાદને પગલે પોલીસે આરોપી પિતા પુત્રને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા તા. ૦૭ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે તેમજ હત્યામાં વપરાયેલી છરી કબજે લેવાઈ છે

તે ઉપરાંત અન્ય હત્યાના બનાવમાં સોમવારે સાંજના સુમારે મોરબીના સર્કીટ હાઉસ પાછળ નવા બની રહેલા મકાનમાંથી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કેપાબેન પંકેશભો મુણીયા ઉ.૨૫) નામની પરિણીતા સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યા બાદ મૃતદેહ સળગાવી દેવાયો હતો જે હત્યાના બનાવમાં બી ડીવીઝન પોલીસે આરોપી રવિભાઈ બચુભાઈ હડીયલ (ઉ.વ.૨૨) રહે ગોકુલનગર શનાળા રોડ મોરબી વાળાને ઝડપી કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કર્યો છે 

Comments
Loading...
Share This
WhatsApp chat