મોરબી : આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે “આપણા વારસાનું જતન” ઘરે બેઠા પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લો

મોરબી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આંતર રાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે આપણા વારસાનું જતન વિષય પર ઘરે બેઠા પ્રશ્નોતરી સ્પર્ધામાં ઘરે બેઠા ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે
તા.18/5/2021 એટલે “આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ” એટલે કે “આપણાં વારસાનું જતન ” ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમે વર્ષ 1977માં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ની શરૂઆત કરી હતી. ત્યાર બાદથી દર વર્ષે 18 મેના રોજ આંતર રાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવામાં આવે છે. સમગ્ર દુનિયાના સંગ્રહાલય પોત-પોતા નાં દેશ માં તેનું આયોજન કરે છે.સંગ્રહાલય ના મહત્ત્વને લઇને જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય પ્રકારના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવે છે. સંગ્રહાલયો દ્વારાં સંગ્રહિત કરવામાં આવતી વસ્તુઓ દુનિયા માટે એક આર્કાઈવ તરીકે ઉપયોગ માં આવે છે.
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યૂઝિયમ (આઇકોમ) ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓનો સંગ્રહ કરનાર મુખ્ય સંગઠન છે. સમગ્ર વિશ્વમાં આઇકોમની 31 આંતરરાષ્ટ્રીય સમિતિઓ છે. આ તમામ સમિતિઓ સંગ્રહાલય સાથે સંકળાયેલ અલગ-અલગ ક્ષેત્રમાં વિશેષતા ધરાવે છે. આ સાથે જ આઇકોમ મહત્ત્વની વસ્તુઓની ગેરકાયદેસર ચોરીને રોકવા માટેનું પણ કામ કરે છે અને કટોકટીની પરિસ્થિતિમાં સંગ્રહાલયોને સહાય પણ પૂરી પાડે છે.
આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. સંગ્રહાલય દ્વારા આપણી આસપાસ ની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતી વસ્તુઓને એકત્રિત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ની પ્રશ્નોત્તરી સ્પર્ધા માં ઘર બેઠાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્ન નાં યોગ્ય જવાબ નો વિડીયો બનાવી મોકલી આપો . છેલ્લી તારીખ તા.- 18 / 5 / 2021 ના રાત્રે 9=00 સુધી માં આપે બનાવેલ વિડીયો નીચે આપેલ કોઈપણ એક વોટસપ નંબર પર મોકલો .
8780127202 /9824912230 /97279 86386
સ્પર્ધા માં ભાગ લેવાં માટે કેટેગરી મુજબ આપેલ પ્રશ્ન નાં યોગ્ય જવાબ નો વિડીયો ફિલ્મ બનાવી મોકલી આપો .
કેટેગરી-1 (ધો- 1,2,3,4)
કે-1 પ્રશ્ન :- તમે સંગ્રહાલય ની મુલાકાત લીધી છે?
કેટેગરી-2 (ધો- 5, 6 ,7,8)
કે-2 પ્રશ્ન:- સંગ્રહાલય એટલે આપણાં વારસા નું જતન સમજાવો .
કેટેગરી-3 (ધો- 9,10 ,11,12 )
કે-3 પ્રશ્ન:-આપણાં સંગ્રહાલયો એ આપણી સંસ્કૃતિ એજ આપણી ઓળખ સમજાવો
કેટેગરી-4 (કોલેજ નાં વિધાર્થીઑ શિક્ષક મિત્રો તથા વાલીઓ)
કે-4 પ્રશ્ન :- આપણાં સંગ્રહાલયો નું સાંસ્કૃતિક મહત્વ સમજાવો .
કેટેગરી માં શ્રેષ્ઠ સ્પર્ધક એટલે વિજેતા તેમના વિડીયો આપ “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો યુ ટ્યુબ પર જોઈ શકો છો
આભાર સહ ધન્યવાદ
એલ.એમ.ભટ્ટ દિપેન ભટ્ટ
“આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર
ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ , રૂમ નં. 202 જિલ્લો મોરબી

Comments
Loading...
WhatsApp chat