Billboard ad 1150*250

મોરબી : મોબાઈલમાં ગાળો બોલવા બાબતે બધડાટી, માતા-પુત્રને માર માર્યો

0 251
Post ad 1

ચાર શખ્સોએ ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરી

Post ad 3

મોરબીના લાયન્સનગરમાં રહેતા યુવાનને મોબાઈલમાં ગાળો બોલવા બબાતે થયેલ ઝધડાનો ખાર રાખી ચાર શખ્સોએ મારામારી કરીને ઘરમાં તોડફોડ કર્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીના લાયન્સનગરમાં રહેતા ઇલાબેન સંજયભાઈ જોષીના રહેણાંક મકાને તેનો દીકરા રવિને આરોપી સુરજ ઉર્ફે પપ્પુ ગઢવી સાથે મોબાઈલમાં ગાળો બોલવા બાબતે ઝધડો થતા મારામારી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી ઇકબાલ મીયાણો, અબુ પારકર, રાજ્યો અને સુરજ ઉર્ફે પપ્પુ ગઢવીએ લાકડાના ધોકા, લોખંડના પાઈપ અને છરી જેવા હથિયારો સાથે ઇલાબેનના ઘરના ફળિયામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને સાહેદ રવિ તથા ફરિયાદી ઇલાબેનને લાકડાના ધોકા તથા પાઈપથી માર મારી ઈજા કરી ઘરના બારી-બારણા, ફળિયામાં રહેલ ગેંડીમાં તેમજ શેરમાં પડેલ વાહનોમાં તોડફોડ કરીને નુકશાન કરી હોવાની ફરિયાદ ઈલાબેને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat