મોરબીની વી.વી.આઈ.એમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોકેટમની માંથી ફંડ એકત્ર કરી પુરગ્રસ્તોને સહાય કરાઈ

માળિયા અને બનાસકાંઠામાં આવેલ ભયાનક પુરને લોકો બેઘર બન્યા છે તથા વિધાર્થીઓના શિક્ષણને પણ મોટી અસર થઇ છે.તેથી માળિયા અને બનાસકાંઠાના વિધાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી વેઠવી ન પડે તે માટે મોરબીની વી.વી.આઈ.એમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પુરપીડિત વિસ્તારના બાળકોને મદદ માટે પોકેટમની માંથી ફંડ એકત્ર કરી દાન આપવામાં આવશે.પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં બાળકોને શૈક્ષણિક કીટ આપવા જુદા જુદા સંગઠનો દ્વારા થઇ રહેલી કામગીરી જોતા કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમની મોજ-મસ્તીમાં ખર્ચવાને બદલે ઉમદા કાર્ય માટે દાનમાંઆપી હતી. કોલેજના વિદ્યાર્થીઓના પ્રશસનીય કાર્ય બદલ કોલેજ ના ટ્રસ્ટી સુમંતભાઇ પટેલ,ભવ્યદીપસિંહ જેઠવા તેમજ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા અને નિર્મિત કકકડ સહિતના કોલેજના સર્વ સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat