ઓમશાંતિ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા પુસ્તક મેળાનું આયોજન

મોરબીમાં ગાયત્રી પરિવાર દ્વારા ઓમશાંતિ સ્કુલ ખાતે બે દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૩ રૂ. થી ૨૫૦ રૂ. સુધીના પુસ્તક રાખવામાં આવ્યા છે અને તેમાં પણ ૨૫% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.તેમજ ઓમશાંતિ સ્કુલ દ્વારા જણાવ્યું હતું કે આ પુસ્તક મેળામાં આજના દિવસમાં ૨૩૦૦ જેટલા વિધાર્થીઓ લાભ લેશે.આ પુસ્તક મેળામાં ભાત-ભાતના પુસ્તકો રાખવામાં આવ્યા છે.ગાયત્રી પરિવારના મણીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે આ પુસ્તક મેળાનું આયોજન જુદી-જુદી સ્કુલ ખાતે કરવામાં આવશે અને આ પુસ્તક મેળો એક મહિના સુધી મોરબીમાં કાર્યરત રહેશે.

 

Comments
Loading...
WhatsApp chat