


વન વિભાગ દ્વારા પ્રતિવર્ષ ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર વન્યજીવ સપ્તાહ ની ઉજવણી કરવામા આવે છે જેમાં મોરબી વન વિભાગ દ્વારા ઓમવીવીઆઈએમ કોલેજ તથા ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ સ્કુલમા વન્ય જીવ સપ્તાહ ની ઉજવણી કરવામા આવી હતી.
જે અંતર્ગત વહેલી સવારે પર્યાવરણ જાગૃતિ તેમજ વન્યજીવ સંરક્ષણ જાગૃતિ માટે વિશાળ રેલી યોજવામા આવી હતી જે શહેરના રાજ માર્ગો પર ફરી વળી હતી. તે ઉપરાંત પર્યાવરણ તેમજ વન્યજીવ સંરક્ષણ વિષય પર નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમા પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમાંક પર આવનાર વિદ્યાર્થીઓ ને ઈનામો અર્પણ કરવા મા આવ્યા હતા.
આ તકે નાયબ વન સંરક્ષક એમ.એમ.ભાલોડી, મદદનીશ વનસંરક્ષક એસ.ડી. કોટડીયા, નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફીસર વી.ડી. બાળા, સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, ઓસેમ કો-ઓર્ડીનેટર સના કાઝી સહીતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના જયેશભાઈ મેહતા, હીમાંશુભાઈ શેઠ, હાર્દીકભાઈ ઉદાણી, મિતલબેન મેનપરા, પાયલબેન રાઠોડ, ભગીરથસિંહ ઝાલા, સુમિતભાઈ કટેશિયા, ભાવેશભાઈ સારેસા, આશિષભાઈ શિરવી, કેતન ભાઈ જોશી સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનુ સમગ્ર સંચાલન નિર્મિતભાઈ કક્કડે કર્યુ હતુ.