મોરબીની ઓમ સાઈનાથ સ્માર્ટ ડ્રાઈવિંગ સ્કૂલ વિષે જાણવા જેવી રોચક વાતો

ડ્રાઈવિંગ સ્કૂલ વ્યવસાય નહિ પરંતુ મિશન છે તેવું ફલિત કર્યું

આજના આધુનિક યુગમાં ટૂ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો મનુષ્ય જીવનનો એક ભાગ બની ગયો છે. વાહનો વિના એક દિવસ પણ આપણે ચલાવી સકતા નથી તે સત્ય હકીકત છે તો વધતા વાહનોની સાથે ટ્રાફિકજામ તેમજ અકસ્માતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે વાહનચાલકોને અકસ્માતોથી બચાવવા તેમજ ડ્રાઈવિંગનું પધ્ધતિસરનું જ્ઞાન આપવા માટે મોરબીમાં અનેક ડ્રાઈવિંગ સ્કૂલ કાર્યરત છે જેમાં “ઓમ સાઇનાથ સ્માર્ટ ડ્રાઈવિંગ સ્કૂલ” નું નામ આગળ પડતું જોવા મળે છે શા માટે તેના માટે વાંચો મોરબીન્યુઝ નો આ ખાસ અહેવાલ……………….

આજે એક એવા યુવાનની વાત કરવી છે.જેનો નાનપણનો શોખ છે ડ્રાઈવીંગ તે પણ કેવું ?
– ટ્રાફિક પોલીસની સહાયતા વાળું
– R.T.O.ના નિયમોનું પાલન કરવા વાળું
– સેલ્ફ,સ્માર્ટ અને પરફેક્ટ ડ્રાઈવીંગ

જે યુવાનનું નામ છે આકાશભાઈ જેઓ “ઓમ સાઈનાથ સ્માર્ટ ડ્રાઈવીંગ સ્કુલ” નું સફળ સંચાલન કરી રહ્યા છે. તેના પત્ની “માહીબેન નિમાવત” પણ પતિની પડખે ખંભેખંભો મિલાવીને બહેનોનને સ્વીફ્ટ, હોન્ડા સીટી જેવી અત્યાધુનિક ગાડીમાં ડ્રાઈવીંગ શીખવે છે. શીખનારનો આત્મવિશ્વાસ વધે તથા ડ્રાઈવીંગ શીખવામાં મુશ્કેલી ના પડે તે માટે આવો ઓમ સાઈનાથ ડ્રાઈવીંગ સ્કુલમાં “ગેલેક્સી પ્લાઝા’માં આવેલી ઓમ સાઈનાથ ડ્રાઈવિંગ સ્કૂલ આપને આવકારવા સદાય તત્પર છે.
આકાશભાઈને નાનપણથી વાહનનો ખુબ શોખ છે.વળી તેનો અભ્યાસ પણ M.M.V.નો છે.શિક્ષકનો વરસો મળે છે એટલે શિક્ષણ+ટેકનીકલ જ્ઞાન=પરફેક્ટ ડ્રાઈવીંગ વળી તેમના પત્નીનો પણ હેતુ છે કે આજના યુગમાં સ્ત્રી એ પણ પુરુષના ખંભેખંભા મિલાવીને કામ કરવું જોઈએ.
મોરબી સિરામીકનું શહેર દરેક ઘરે બે-ત્રણ ગાડી હોય છે.પતિ ચાલ્યા જાય કારખાને બાળકને તેડવા-મુકવા, વડીલોને મંદિરે દર્શન કરાવવા માટે પણ ગાડી ચલાવવી જરૂરી છે.તો આવા બહેનો તમે ઓફિસમાં “ઓફ રોડ કાર”(સેમ્લ્યુલેટ) વસાવીને પૂર્વ તાલીમ અપાય છે.
એક યુવાન કહી રહ્યો હતો.ધણા સમયથી ગાડી ચાલવું છું પરંતુ લાયસન્સ મળતું નથી અને પરિક્ષામાં ફેઈલ થાઉં છે. ત્યારે યાદ આવી “ઓમ સાઈનાથ સ્માર્ટ ડ્રાઈવીંગ સ્કુલ” જે સરકારી માન્યતા વાળી યુવાનીથી થનગનાટ કરતા આકાશભાઈ તથા પત્ની માહીબેન દ્વારા ઓફ રોડ કારથી શરૂઆત કરીને સ્વીફ્ટ, હોન્ડા સીટી જેવી કારને નિયમ મુજબ આર.ટી.ઓ.ની પદ્ધતિ મુજબ સેફ ડ્રાઈવીંગ શીખવાડે છે. ૧૦ વર્ષથી લોકોને સ્માર્ટ ડ્રાઈવિંગ શીખવવાના દ્રઢ સંકલ્પ સાથે આકાશભાઈ ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવી રહ્યા છે તો લગ્ન બાદ તેમના પત્ની પણ ઘર અને એક સંતાનની જવાબદારી સાથે સાથે પતિને મદદરૂપ થઈને આધુનિક ભારતીય નારી સમાન અન્ય સ્ત્રીઓને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat