

મોરબીના જાંબુડિયા ગામે વૃધ્ધા હત્યા કેસમાં તપાસ ચલાવતી એલસીબી ટીમે મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવીને આરોપીને દબોચી લીધો છે પરપ્રાંતીય શખ્શે ૩૦ હજાર રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ વૃધ્ધાનું ગળું દબાવી હત્યા નીપજાવી હોવાનો ખુલાસો થયો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવા જાંબુડિયા ગામના રહેવાસી બેબીબેન ઉર્ફે કાલીબેન પરષોતમભાઈ સારલાની ગત તા. ૨૧ ના રોજ અજાણ્યા ઇસમેં ગળું દબાવી હત્યા કરી હોય જે મામલે મૃતકના પુત્રએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી તો હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવા માટે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસની ટીમે તપાસ ચલાવી હતી અને આરોપી વિનોદ ગીરીધર ડામોર (ઉ.વ.૨૪) રહે. મધ્યપ્રદેશ વાળાને એમપીથી ઝડપી લઈને ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે
હત્યાના આરોપીને ઝડપી લઈને તેની પાસેથી લૂંટમાં ગયેલ ૩૦,૦૦૦ ની રોકડ રીકવર કરવામાં આવી છે આરોપી દારૂ પીવાની ટેવ હોય જેને વૃધ્ધા એકલા હોય અને તેની પાસે પૈસા હોવાના અનુમાન સાથે લૂંટના ઈરાદે ઘરમાં ઘુસી વૃધ્ધાનું ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે



