Billboard ad 1150*250

મોરબી : અધિકારીઓ પાલિકા પ્રમુખને જ ગાંઠતા નથી, સામાન્ય માણસોનું શું ગજું, જાણો પાણી મામલે શું થયું ?

પાલિકા પ્રમુખે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરને પત્ર લખ્યો

0 317

મોરબી નગરપાલિકાના વોર્ડ નં 1, 10, 11, 12,13 છેવાડાના વિસ્તારમાં આવેલી છે જેમાં પાણી આવતું ના હોય અને છેલ્લા ૨૦ દિવસથી પાણી સપ્લાય બંધ હોય જે મામલે પાલિકા પ્રમુખ આકરા પાણીએ જોવા મળે છે અને પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરી તાકીદે પાણી સપ્લાય અંગે યોગ્ય પગલા ભરવા જણાવ્યું છે

મોરબી પાલિકા પ્રમુખ કે કે પરમારે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ મોરબીના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી જણાવ્યું છે કે ૨૦ દિવસથી અનેક વિસ્તારમાં પાણી સપ્લાય ખોરંભે ચડેલ છે જે અંગે ડેમ સાઈટ પરની ક્ષતિ દુર કરવા જાણ કરી જે ફોલ્ટ હતો તે ૩ દિવસ પહેલા સોલ્વ કર્યો હોય છતાં પાણી આવતું નથી જે બાબતે તપાસ કરતા પાણી પુરવઠા બોર્ડ દ્વારા જરૂરી મરામત કામગીરી કરવાની જરૂર છે તેવું જણાવવામાં આવ્યું છે જે અંગે મોરબી સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેર ખ્યાતીબેનને છેલ્લા ૩ દિવસથી ફોન કરતા હોય પરંતુ ફોન ઉપાડતા ના હતા

તો આજે પાલિકાના કર્મચારીઓને લઈને રૂબરૂ રજૂઆત કરવા જતા અમારી પાસે માણસો કે સાધનો નથી તેથી કામ થઇ શકશે નહિ જે બાબતે ખ્યાતીબેનને જાણ કરતા ઉદ્ધતાઈભર્યું વર્તન કરી તુકારો દીધો હોય અને હું કાઈ નહિ કઈ સકું ૧૫ દિવસ પણ થાય અને નો પણ આવે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો મોરબી શહેરના પ્રથમ નાગરિક અને પાલિકા પ્રમુખને જો અધિકારી આવા જવાબ આપે તો પ્રજાનું શું ? જેથી તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને સંબંધિત અધિકારીને જરૂરી હુકમ કરી પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat