મોરબી : નવલા નોરતામાં એસપી, પીઆઈ સહિતના અધિકારીઓ ગરબે ઘૂમ્યા, જુઓ વિડીયો…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં નવરાત્રીની રંગત જામી, એસપી, પોલીસ અધિકારીઓ ગરબે ઘૂમ્યા

તાલુકા પોલીસ લાઈનમાં પ્રાચીન ગરબીની આજે પણ બોલબાલા

        હાલ નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સૌ કોઈ માં જગદંબાની આરાધનામાં લીન બન્યા છે ત્યારે મોરબી પોલીસ પણ માતાજીની આરાધના ભક્તિભાવથી કરી રહી છે મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા તાલુકા પોલીસ લાઈન ખાતે ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

        મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે આયોજિત ગરબીમાં જીલ્લા એસપી ડો કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોષી, બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢીયા અને તાલુકા પીએસઆઈ એમ વી પટેલ સહિતના પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ રાસ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા તે ઉપરાંત તાલુકા પોલીસ લાઈન ખાતેની ગરબીમાં હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, જીલ્લા કલેકટર જે બી પટેલ અને ડીડીઓ એસ એમ ખટાણા સહિતના અગ્રણીઓ પણ આરતીનો લાભ લેવા તેમજ બાળાઓના પ્રાચીન રાસ ગરબા નિહાળવા આવી રહ્યા છે તે ઉપરાંત મોરબી સીટી પોલીસ લાઈન ખાતે પણ પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે  

Comments
Loading...
WhatsApp chat