નવલખી ફાટક નજીક ટ્રકનું ટાયર માથા પર ફરી વળતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત

અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર

પ્રાપ્ત વિગત મુજબ મોરબીનાં વિજયનગરમાં રહેતા પ્રેમજીભાઈ હિરાભાઈ મકવાણા ઉ.વર્ષ ૬૨ આજ સવારે પોતાના ઘરેથી નીકળી નવલખી ફાટક નજીક લાઈન્સ સ્કુલ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રકે વૃધ્ધને હડફેટે લેતા ટ્રકનું પાછલું  ટાયર તેમના માથા પર ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. ટ્રક ચાલક ધટનાસ્થળે   ટ્રક નં.જીજે ૧૨ વાય ૫૧૩૦ મુકીને ફરાર થયો હતો.

 

Comments
Loading...
WhatsApp chat