મોરબી : મોન્સૂન કંટ્રોલરૂમમાં ફોન ના ઉપડ્યો, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને નોટીસ

જીલ્લા કલેકટર આકરા પાણીએ, કારણદર્શક નોટીસ ફટકારી

હાલ સમગ્ર ગુજરાતમાં મેઘમહેર વચ્ચે અનરાધાર વરસતા વરસાદને કારણે તમામ જીલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને હેડ ક્વાર્ટર ના છોડવા સુચના આપવામાં આવી હતી જોકે મોરબીના સિંચાઈ વિભાગના કંટ્રોલ રૂમમાં ફોન કરતા ફોન ઉઠાવવામાં આવ્યા ના હતા જેથી જીલ્લા કલેકટરે કારણદર્શક નોટીસ પાઠવી છે.

મોરબી જીલ્લા કલેકટર આર.જે.માકડિયાએ મોરબી સિંચાઈ (સ્ટેટ) પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયને કારણદર્શક નોટીસ ફટકારી છે જેમાં જણાવ્યું છે કે હાલ આપના વિભાગનો મોન્સૂન કંટ્રોલરૂમ કાર્યરત છે અમારા દ્વારા આપના વિભાગ ખાતેના કંટ્રોલ રૂમના ફોન પર ફોન કરતા અમારો ફોન ઉપાડવામાં આવેલ ના હતો તેમજ હાજર કર્મચારી સંતોષકારક પ્રત્યુતર આપી સકેલ નથી આ અંગે અમારા તરફથી તમને જણાવતા આપના તરફથી પણ સંતોષકારક પ્રત્યુતર મળેલ નથી.

જીલ્લા કક્ષાની પ્રી મોન્સૂનમીટીંગમાં આપની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરુ કરી તેમાં રાઉન્ડ ધી કલોક કર્મચારીઓની નિમણુકના હુકમની નકલ કચેરી ખાતે મોકલવા અંગે સ્પષ્ટ સુચના આપવામાં આવી હોવા છતાં સૂચનાનું પાલન થયું નથી અને કચેરી ખાતેના કંટ્રોલ રૂમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થાય તે જોવાની જવાબદારી આપની રહે છે પરંતુ આપના તરફથી અંગત લક્ષ ના આપેલ હોવાનું સ્પષ્ટ જણાય છે અને આ બાબતે ફરજ પ્રત્યેની બેદરકારી માલૂમ પડે છે.

જેથી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૩૮ મુજબ આપની સામે તેમજ કંટ્રોલ રૂમ ખાતે કાર્યરત કર્મચારી સામે છ મહિના સુધીની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા બંને શિક્ષા કેમ ના કરવી ? તેનો લેખિત ખુલાસો તાત્કાલિક ધોરણે નામજોગ મોકલી આપવા નોંધ લેશો અને સમયમર્યાદામાં ખુલાસો રજુ નહિ થાય તો આ બાબતે કશું કહેવાનું થતું નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat